ગુજરાતમાં ફરીથી લોકડાઉન અંગે નીતિન પટેલનું મહત્વનું નિવેદન nitin patel

જે રીતે દેશમાં અને વિશ્વમાં કોરોના વાયરસનો વ્યાપ વધતો જ જાય છે. એ રીતે ગુજરાતમાં પણ દરરોજ કોરોનાના 500 આસપાસ કેસ આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં પણ એક ફફટાડ છે કે શું ફરીથી ગુજરાતમાં લોકડાઉન થશે? એમાં પણ ઓછામાં વધતા સમાચાર આવ્યા કે સરકારે બોર્ડર સીલ કરી છે. જેથી લોકોના મનમા વધારે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કોરોના ટેસ્ટ મામલે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ગુજરાતમાં લોકડાઉન મામલે જવાબ આપ્યો હતો.

ગુજરાતમાં ફરીથી લોકડાઉન અંગે નીતિન પટેલનું મહત્વનું નિવેદન


નીતિન પટેલે કહ્યું કે, ગુજરાતમાં લૉકડાઉનની કોઈ વિચારણા નથી. પરંતુ દરેક નાગરિકે છૂટછાટમાં નિયમનું પાલન કરવું જરૂરી છે. આગળ વાત કરતાં નીતિન પટેલે કહ્યું કે, રાજસ્થાન સરકારે પરિસ્થિતિના આધારે બોર્ડર સીલ કરી છે. એ જોઈને કેટલાક લોકો ખોટી અફલા ફેલાવે છે કે ગુજરાતમાં પણ લોકડાઉન વધવાનું છે. પરંતુ હાલમાં સરકારની કોઈ જ આવી વિચારણા નથી કે લોકડાઉન વધે.


એ સિવાય નીતિન પટેલે જણાવ્યું હતું કે હવેથી પ્રાઈવેટ દવાખાનામાં પણ લોકો કોરોના ટેસ્ટ કરાવી શકશે. 1400 ખાનગી ડૉક્ટર કોરોના ટેસ્ટની ભલામણ કરી શકશે. તેમજ ખાનગી હોસ્પિટલ મામલે પણ નીતિન પટેલે કહ્યું હતું કે, હોસ્પિટલ કાયમી બંધ કરવા સુધીની કાર્યવાહી થશે. તેમજ નિયત ચાર્જથી વધુ વસૂલાત સામે કાર્યવાહી થશે જ એ નક્કી છે. તેમજ મોત મામલે પણ નીતિન પટેલે કહ્યું હતું કે, માત્ર કોરોનાથી મોત નથી થયા.

કોરોના ટેસ્ટિંગના ઊભા થયેલા વિવાદ સામે ગુજરાત સરકાર સામે સતત આંગળી ચિંધાઈ રહી છે. તો આ ઉપરાંત લોકડાઉન વધારવા અંગેની બાબતે પણ જોર પકડ્યું છે. આવામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બંને મુદ્દે સ્પષ્ટતા કરી હતી. ગુજરાતમાં લોકડાઉન વધારવા અંગે થઈ રહેલી વાતો અંગે તેઓએ સ્પષ્ટતા કરી કે, લોકડાઉન અંગે ઘણા બધા લોકો અલગ-અલગ પ્રકારની અફવા ફેલાવે છે. પરંતુ દરેક રાજ્યની અલગ અલગ પરિસ્થિતિ છે. રાજસ્થાન બોર્ડર સીલ કરી એ રાજસ્થાન સરકારનો નિર્ણય છે. ગુજરાત સરકાર લોકડાઉન (lockdown) લંબાવવા અંગે કે તેમાં ફેરફાર કરવા અંગે કોઇ વિચારણા કરી નથી રહી. રાજ્ય સરકારે તો લોકોની આવક થાય તે માટે છૂટછાટો આપી છે, મંદિરોને પણ છૂટછાટ આપી છે. સરકારે આપેલી છૂટછાટોનું શિષ્ટપૂર્વક પાલન કરો એ જરૂરી છે.